Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર સેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

Share

વિનોદભાઇ પટેલ

શુક્રવારના રોજ બપોરે અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ સેલારવાડના મુખ્ય માર્ગ ઉપર અચાનક રોડની વચ્ચે 1 ફૂટ પહોળો ભુવો પડ્યો હતો જે ભૂવાના અંદરથી વધુ માટી ધસી પડતા 3 થી 4 ફૂટ ઊંડાઇનો થઇ ગયો હતો.ભુવાના પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.જૂની ડ્રેનેજ લાઇન બેસી જવાને કારણે ભુવો પડયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. અંકલેશ્વર નગર પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ત્યારે અચાનક ભૂવો પડતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે ગાલા ઇવેન્ટ ઉપલક્ષ્ય‌ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : માતા અને બાળ તંદુરસ્તી માટે અવેરનેશ શિબિર તેમજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!