ઉધોગોને મુખ્યમંત્રી આવતા હોવાથી પ્રદુષણ ન ફેલાવવા તાકીદ કરાઈ
હાઈકોર્ટ ની ઝાટકણી બાદ હવે જી.પી.સી.બી શું પગલા લી છે એ જોવુ રહ્યુ.
ગુજરાત સ્થાપના દિને મુખ્યમંત્રી અંકલેશ્વર પધારી રહ્યા છે. તે ટાણે જ ગુજરાત હાઈકોર્ટ જી.પી.સી.બી પ્રદુષણ મુદ્દે કડક શબ્દોમા આટકી નાખતા આ મુદ્દે ટોક ઓફ ધ ટાઉન છે. નેતાઓએ રાજકીય રોકવા માટે અંકલેશ્વર પાનોલીને ક્રીટીકલ ઝોનમાથી મુક્તિ આપી અને પ્રદુષણ ઘટાડવા માટે સાદી ભાષામા ટકોર કરી. જો કે પ્રદુષણ ઘટડાવાના બદલે નિરંતર વધતુ જઈ રહ્યુ છે. એ કડવી વાસ્તવીકતા છે. સ્થાનિક જી.પી.સી.બી ના આર.ઓ તેમજ યુનિટ હેડ પ્રદુષણને નિયંત્રિત કરવાની કરવાની દિશામા અસારકારક પગલા લેવાની તેમની મુળભુત ફરજને ભુલીને અન્ય કામગીરીઓમા જ વ્યસ્ત રહેતા હોવાથી હાલ પરિસ્થીતી બદલીએ બદતર બની જાય એવી શક્યતા છે. ભુતિયા કનેકશનો ધરાવતી કંપનીઓ સામે જી.પી.સી.બી એ પોલીસ ફરીયાદ નોંધાવીને દેખાડો કર્યા પરંતુ એનો કોઈ નક્કર પરચો જે તે ઉધોગગૃહ કે સંચાલકો ને અત્યાર સુધી માળ્યો નથી. કરવા ખાતર જ જી.પી.સી.બી આવી કામગીરી કરતી હોય એ સ્પષ્ટ નજરે પડે છે. વધુ પ્રદુષણ પણ રોજ-રોજ થાય છે. એ નગરજનો એ પણ અનુભવ્યુ છે. રોજ રાત્રે તીવ્ર દુર્ગધ મારતા વાયુઓ કેટલાક ઉધોગો મુકત કરે છે અને ધીમુ ઝેર આપે છે. જો કે હાલ ૧ લી મેના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી આવવાના હોવાથી જી.પી.સી.બી ના અન્ય તંત્રોએ પોતાની પ્રદુષણ નિયંત્રણ કામગીરી પોલ ન ખુલે એ માટે ઉધોગોને કોઈ પણ પ્રકારનુ પ્રદુષણ ન ફેલાવવા તાકીદ કરી છે. પ્રદુષણના જોખમ વચ્ચે એક તરફ અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી અને સાથે અવારનવાર રાજકીય મહાનુભાવો એ અંકલેશ્વર જી.આઈ.ડી.સી મા અને શહેરમા વકરતા પ્રદુષણ અંગે કડક સુચના આપવી જોઈએ અન્યથા હાઈકોર્ટ ના સુચના મૂજબ આ કચેરી અને આખુ બોર્ડ જ વિખેરી નાખવુ જોઈએ એવી પણ વ્યાપક લોક માંગ ઉઠી રહે છે.