પાલિકા સત્તાધીરો ખાનગી શાળાઓને લાભ કરાવતાં હોવાની ચર્ચા…..
ઠેર-ઠેર ખાનગી શાળાઓનાં ગેરકાયદેસર બેનર્સ…….
એક તરફ અંક્લેશ્વરમાં સરકારી શાળાઓનાં વર્ગો બંધ થવાની અણી પર છે ત્યારે ખાનગી શાળાઓની ભરમાર પણ વધી ગઈ છે પાલિકા સત્તાધીરો જ આ માટે જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
અંક્લેશ્વર નગરમાં ઠેર ઠેર હાલ ખાનગી શાળાઓની જાહેરાતનાં બેનર્સ લટકતાં જોવા મળી રહ્યા છે.પાલિકા હદ વિસ્તારમાં જ કોઇ પણ જાતની પરવાનગી વિના કેટલાંક શાળા સંચાલકોએ પોતાના પાટિયા લટકાવી દિધાં છે. આવા સંચાલકો નગરપાલિકાને પણ ચુકવણી પણ કરતાં ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.વધુ એક ચોકાંવનારી બાબત આધારભુત વર્તુવો દ્વારા એ પણ જાણવા મળી છે કે કેટલાંક શાળા સંચાલકો બારોબાર પાલિકા પદાધિકારઓને કોઇક રીતે આડકતરો કે સીધો ફાયદો કરાવીને પોતાનાં બેનર્સ લગાવી રહ્યા છે જે પાલિકાની આવક પર માઠીઅસર સર્જી રહ્યા છે.
એક તરફ અંક્લેશ્વર પાલિકા સંચાલિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતરની ગુણવત્તા ખાડે જતાં વિધ્યાર્થીઓનીં સંખ્યામાં ઘતાડો જોવા મળી રહ્યો છે અને શાળાનાં વર્ગો બંધ કરવા પડે એવી નોબત આવિ ગઇ છે ત્યારે સત્તાધીરો આ પરત્વે સદંતર નિષ્કિય બનીને જાણે આડકતરી રીતે ખાનગી શાળાઓને ફાયદો પહોંચાડી રહ્યા હોવાની ચર્ચા પણ નગરમાં ચાલિ રહી છે.
કેહવાય છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. આવી જ હાલત અંક્લેશ્વરનાં ગરિબ-મધ્યમવર્ગીય અને આર્થિક રીતે પછાત પરિવારોની થઇ રહી છે કે જેમણે ન છુટકે સંતાનોને ખાનગી શાળામાં હજારો રૂ. ખર્ચીને પ્રવેશ અપાવવો પડી રહ્યો છે. પાલિકા સત્તાધીરો નિષ્ઠાપુર્વક જો સરકારી શાળાઓ પર ધ્યાન આપે તો આ નોબત ન આવે પરંતુ અંગત લાભ જઓતાં સત્તધીરો પાસે એવી આશા રખવી નકામી છે.