Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ગતરોજ ત્રણ હજારથી પણ વધુ કમળના ફૂલ ચઢાવવામાં આવ્યા…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલું પુરાણીક મંદિર અંતરનાથ મહાદેવ ખાતે ગુજરાત પોલીસમાં આઇજીપી ગાંધીનગર રેન્જમાં ફરજ બજાવતા નિતિરાજસિહ સોલંકી તેમજ તેમના પરિવાર દ્વારા ત્રણ હજારથી વધુ કમળ ફૂલ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે શિવલિંગ ઉપર ચઢાવવામાં આવ્યા હતા. છેલ્લા સાત વર્ષોથી નર્મદા નદીના મુખ સુરપાણેશ્વર થી તમામ મહાદેવ મંદિરોમાં નિતિરાજસિહ સોલંકી દ્વારા આજ રીતે કમળ ચઢાવવામાં આવે છે. તેમણે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ત્રણ હજારથી વધુ કમળ ચઢાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં તેમજ દેશભરમાં સારો વરસાદ પડી રહે જનજીવન સારી રીતે જીવી શકે ખેડૂતો પોતાની ખેતી સારી રીતે કરી શકે તે હેતુથી હું આ કાર્ય કરું છું. આ પ્રસંગે અંતરનાથ મહાદેવ મંદિરના સાધુ-સંતો તેમજ નિતિરાજસિહ સોલંકી નગરપાલિકાના કાઉન્સિલર ગણેશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અસાથી માલસર વચ્ચેના પુલથી વડોદરા જવાનું અંતર ઘટશે…જાણો.

ProudOfGujarat

પોરબંદરમાં લમ્પિ વાયરસ વકર્યો : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગૌધન માટે કેમ્પ કરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!