અંક્લેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા.૨૧મી થી શરૂ થયેલાં મેડીકલ કેમ્પમાં દર્દીઓનો પ્રતિસાદ જોતાં કેમ્પને વધૂ બે દિવસ લંબાવાયો છે….
જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા.૨૧ થી ૩૦ એપ્રિલ દરમિયાન વિવિધ રોગોનાં નિષ્ણાત તબીબો દ્વારા વિનામુલ્યે ચકાસણી અને રાહતદરે સારવાર તથા સર્જરીનો કેમ્પ ચાલી રહ્યો છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે. લોકોનો ધસારો જોતાં હોસ્પિટલનાં સંચાલકો દ્વારા દર્દીઓને વધુ લાભ મળે એ હેતુથી આ મેડીકલ કેમ્પ તા.૨જી મે સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.વધુમાં વધુ દર્દીઓ આ વિનામુલ્યે કન્સલ્ટેશનનોલાભ લઇ યોગ્ય માર્ગદર્શન અને સારવાર મેળવી શકે એ માટે દર્દીઓને અપીલ કરી છે…
Advertisement