અંકલેશ્વર
તારીખ ૧૫.૦૫.૧૯
૧૯૮૫ માં અંકલેશ્વર તાલુકા વિસ્તાર માં જળ સંકટ ને ટાળવા અને જળ સંચય કરવા ના હેતુ થી સરકારી જગ્યા અને તને તળાવો ના હોવાથી ખેડૂતો ની કીમતી જગ્યા તળાવ બનવવા અર્થે ૧૯૮૫ માં સિચાઈ વિભાગ,જીલ્લા પંચાયત,ભરૂચ દ્વારા ૪૦ વીંઘા થી વધુ ખેડૂતો ની ખેતી ની જગ્યા જમીન સંપાદન કરવામાં આવી હતી અને ત્યાર બાદ તળાવ બનાવવા અર્થે સરકારી ગ્રાન્ટો મંજુર થઈ હતી. લાખો રૂપિયા નો ખર્ચ (ચોપડામાં બતાવ્યા મુજબ) કરવા છતાં આ યોજના નો આજ સુધી અમલ થયો નથી . આટલા વર્ષો વીતવા છતાં તળાવ માં જળ સંચય થયું નથી તળાવ ખોદવામાં આવ્યું નથી જેથી પાણી નો સંગ્રહ થતો નથી અને પાણી વહી જાય છે.તળાવ સરકારી નાણા નો યોગ્ય ઉપયોગ થયો નથી (દુરુપયોગ થયો છે ) યોજના સફળ થઈ નથી.
છેલ્લા બે વર્ષ થી આ તળાવ ને સુફલામ સુજલામ યોજના માં લઈ તળાવ ખોદવામાં આવે એવી માંગણીઓ સ્થાનિકો અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા અનેક વખત કરવામાં આવી છે. સુફલામ સુજલામ યોજના નો ઉદ્દેશ્ય સારો છે અને આવા વિસ્તાર માં તેની ખાસ જરૂરિયાત છે અહિયાં ના વિસ્તાર માં નહેરો નથી અને આસપાસ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત આવેલ છે અને અસંખ્ય પાણી ના બોરો દ્વારા આ વસાહત માં ટેન્કરો દ્વારા પાણી જતો હોવાથી ભૂગર્ભ જળ નીચા ગયા છે અનેક ખેડૂતોએ નવા અને ઊંડા બોર કરવાની ફરજ પડી છે. અહિયાં ખેડૂતો ની સાથે સાથે પશુ-પક્ષીઓ પણ પાણી વગર જીવ ગુમાવી રહ્યા છે . બે વર્ષ પેહલા અહિયાં એક દીપડો મૃત હાલત માં મળેલ હતો જેના પોસ્ટ-મોર્ટમ રીપોર્ટ માં જણાવેલ કે પાણી ના મળવાને કારણે મૃત્યુ થયેલ હતું. આવા તો અનેક પક્ષીઓ ના મરણ નું કારણ પણ પાણી ની અછત છે.
ઉછાલી ગામના પંચાયત સભ્ય હરેશ ભાઈ પરમાર ના કેહવા મુજબ “સરકારે જે ઉદ્દેશ્ય માટે સંપાદન કરી છે એ જગ્યા ને જળ સંચય માટે પસદગી કરવામાં આવતી નથી અને અન્ય જગ્યાઓ પર આ કામગીરી કરવામાં આવે છે. સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવે છે કે જયારે અન્ય સસ્થાઓ પોતાના ખર્ચે તળાવ વિકસાવવા માંગે છે તો તેમને પણ આપી તળાવ ઊંડું કરી શકાય એમ છે જે માટે તંત્ર તરફથી ફક્ત મંજુરી ની જરૂર રહે છે પરંતુ તે આપવામાં પણ વિલંબ કરવામાં આવે છે. અધિકારીઓ દ્વારા અમારી અને સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને તેમણે પણ માન્યું છે કે અહિયાં તળાવ ઊંડો કરવાની તાતી જરૂરિયાત છે પરંતુ તે પછી અનેક વખત ખોટા આશ્વાશનો આપવામાં આવે છે. હવે ચોમાસા ની ઋતુ આવવા ને વધારે સમય નથી જેથી તંત્ર ઉતાવળે યોગ્ય નિર્ણય લે એ જરૂરી છે .આમ આ બાબતે આ વિસ્તાર ના લોકો માં રોષ ની લાગણી ફેલાયેલ છે અને આવનારા દિવસો માં જો યોગ્ય નિર્ણય ના લેશે તો મારે કલેકટર કચેરી માં ભૂખ હડતાળ પર જવાની ફરજ પડશે. અને હું તંત્ર ની આ વ્હાલા-દવલા ની પદ્ધતિ નો પણ પર્દાફાશ કરીશ.”