Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નેટ બેન્કિંગ દ્વારા યુવાનની સાથે ૮૦ હજાર ઉપરાંતની છેતરપિંડી…

Share

વિનોદભાઇ પટેલ

ભરૂચ જિલ્લામાં તેમજ અંકલેશ્વર શહેરમાં અવારનવાર એટીએમ કાર્ડ,ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવી અનેક બેંકિંગ સિસ્ટમની અવેજીમાં છેતરપિંડીની ઘટનાઓ દિન-પ્રતદિન વધવા પામી છે. ગતરોજ અંકુર જીઆઇડીસીમાં રહેતા સંદીપ વ્યાસ ગુપ્તા રહે વૃંદાવન સોસાયટી ખાનગી નોકરી કરી ગુજરાન ચલાવતા જેઓને અજાણ્યા નંબર થી કોલ આવ્યો હતો કે તમારો ડેબિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યો છે જેથી સંદીપકુમારે બેંક અધિકારના સવાંગ માં વાત કરતાં તેઓને ઓટીપી નંબર આપી દેતાં જ ડેબિટ કાર્ડ થી 80 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હતી. આ ઘટનાની જાણ સંદિપકુમારને થતાં જ સફાળા જાગેલા સંદીપકુમારે પોલીસને જાણ કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકારે આવા ગુન્હેગારોની ગેંગ પર કાર્યવાહી કરવી જોઈએ જે જરૂરી છે જેથી ભોળા લોકો આવી ઘટનાથી બચી શકે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર-પ્રેમીને પામવા માટે પ્રેમીકાએ આપ્યો હત્યાને અંજામ,ઘટનાને બતાવી આત્મહત્યા,આખરે આવી પહોંચી પોલીસના સકંજામાં અને થઇ ગયો સમગ્ર બનાવનો પર્દાફાશ.જાણો વધુ…

ProudOfGujarat

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

અમેરિકામાં સમલૈંગિક લગ્ન સંબંધિત ઐતિહાસિક બિલ પાસ, બાઇડને કહ્યું- ‘પ્રેમ તો પ્રેમ હોય છે’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!