Proud of Gujarat
FeaturedGujaratHealth

વિરમગામ એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો અને ઓ.આર.એસનું વિતરણ કરાયુ…

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

ઉનાળાની ગરમીમાં પણ એસટી વિભાગના ડ્રાઈવર-કન્ડક્ટર સહિતના કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને એસ.ટી ડેપો વિરમગામના સંયુક્ત ઉપક્રમે કંડકટર ડ્રાઈવર સહિતના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દેવીક દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સલાહ સુચન સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. એસ.ટી ડેપો વિરમગામ ખાતે કંડકટર ડ્રાઈવર સહિતના કર્મચારીઓને ઓઆરએસનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરમીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ડો.વિરલ વાઘેલા, એસટી ડેપો મેનેજર મિતેશ સોલંકી, ડો.જીગર દેવિક સહિત અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

ProudOfGujarat

વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

ઝઘડીયા ના તલોદરા ગામે મા કાર્ડ કેમ્પ યોજાયો રાજ્ય યુવક બોર્ડ ના ઉપક્રમે તાલુકામાં આ બીજો કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!