Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર – જાહેર માર્ગ ઉપર યુવાનને માર મારતા અસમાજિક તત્વો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ..

Share

વિનોદભાઈ પટેલ

હાંસોટના આસરમા ગામના યુવાનને અંગત અદાવતે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે નવથી વધુ ઇસમોએ જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટના આસરમા ગામમાં રહેતા ૪૨ વર્ષીય ભરત ઉર્ફે ભોલીયો વિશ્વનાથ વસાવા ગતરોજ અંકલેશ્વર શહેરમાં કામ અર્થે આવ્યો હતો તે વેળા તે ગાયત્રી મંદિર પાસે હેર કટિંગ માટે ડાયમંડ હેર આર્ટમાં ગયો હતો તે દરમિયાન એક મોપેડ અને ફોરવ્હીલ ગાડીમાં આવેલ તાડ ફળિયામાં રહેતા વિજય દલપતભાઈ વસાવા અને ઈરફાન ચક્કર સહીત અન્ય સાત ઇસમોએ ભરત વસાવાને પોતાના ફળિયામાં કેમ આંટા ફેરા કરે છે તે બાબતે ઝઘડો કરી પાઈપ અને લાકડીના સપાટા વડે માર મારી ઈજા પહોંચાડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો મારામારીની ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.


Share

Related posts

ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કેનાલમાં પડેલા ગાબડાના કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોએ વળતરની માંગ સાથે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!