Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરો બેફામ બન્યા.ત્રણ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર…

Share

વિનોદભાઇ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમા આવેલ મકાન નંબર 706 ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ફરિયાદી રાજુભાઈ મોહનભાઈ પટેલના જણાવ્યા અનુસાર ઘરના તમામ સભ્યો મકાનની છત ઉપર સુતા હતા ત્યારે રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ૧,૪૦,૦૦૦ રૂપિયા રોકડ રૂપિયા અને ૧,૭૦,૦૦૦ રૂપિયાના સોના-ચાંદીના દાગીના તથા ઘરમાં મુકેલ અન્ય ચીજ વસ્તુઓ કુલ મળી ૩,૦૦,૦૦૦ ઉપરનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ગયા હોય તેવી ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ અને નર્મદા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

નડિયાદની સીવીલ હોસ્પીટલ ખાતે બાળકો માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો

ProudOfGujarat

પંચમહાલમા બેંક કર્મચારીઓની હડતાલની નાણાકીય વ્યવહારો ખોરવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!