વિનોદભાઇ પટેલ
વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના તરફથી ૨ વાગ્યા થી ૮ વાગ્યા સુધી અસરકાર કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. જે આધારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં બાતમી મળેલ કે બીજા નામદાર ત્રીજા એડી.સીવીલ તથા મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચના કલમ 255(2) અન્વયે ધી નેગો શિયશ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબના ગુનામાં કસૂરવાર બતાવી છ મહિનાની કેદની સજા ભોગવવાનો તથા રૂપિયા ૫૦ હજાર વળતર પેટે ચૂકવવી આપવાનો કોર્ટ દ્વારા હુકુમ કરવામાં આવ્યો હતો અને સદર આરોપીને નામદાર કોર્ટે વોરંટ તારીખ ૨૮-૧૧-૨૦૧૮ ના રોજ ઇસ્યુ કર્યું હતું.આરોપી પોતાની ધરપકડથી આજદિન સુધી નાસતો ફરતો હતો.તારીખ ૧૨-૦૫-૧૯ના રોજ આરોપી કમલેશ કિશોરભાઈ મહેતા જે હાલ ગડખોલ ગામના રહેવાસી હોય તેને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.