વિનોદભાઈ પટેલ
અંકલેશ્વર કેનાલમાંથી પાણી ચોરી તળાવ ભરવા મામલે BJPના નેતાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ધરપકડ બાદ તરત તેમને જામીન પર છૂટકારો મળી ગયો હતો.
ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલના તળાવમાં કેનાલમાંથી લાખો લીટર પાણી લેવામાં આવ્યું હતુ. જેના કારણે ભાજપના પરેશ પટેલ પર આચારસંહિતાની કલમ ૪૮૦ હેઠળ નહેરમાંથી પાણી ચોરીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ધરપકડના થોડાક જ સમયમાં તેમના જામીન થઇ ગયા હતા અને તેમને છોડી દેવાયા હતા.
પરેશ પટેલે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, મેં પાણી મેળવા માટે કાયદેસર સિંચાઈ વિભાગને અરજી કરી હતી. પરંતુ સિંચાઈ વિભાગ તરફથી કોઇ જવાબ ના મળતા અમે પાણી કેનાલમાંથી પોતાના તળાવમાં ભર્યું હતું. જેના કારણે આ આખો મામલો વિવાદિત બન્યો હતો.
પાણી ચોરીની માહિતી મળતા સિંચાઇ વિભાગના અધિકારીઓ તાબડતોડ રીતે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તે જગ્યાએ અધિકારીઓને કંશું મળ્યું નહોતું. પરંતુ પાણી ચોરીના આરોપને લઇને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટનામાં પોલીસે ભાજપના નેતા પર લાગેલા પાણી ચોરીના આરોપસર કલમ ૪૮૦ હેઠળ પાણી નહેરમાંથી ચોરવાનો ગુન્હો નોંધી તેમની ધરપકડ કરી હતી, પરંતુ થોડાક જ સમયમાં તેઓને જામીન મળી ગયા હતા.