વિનોદભાઈ પટેલ
પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના જમાદાર બિપીનચંદ્ર મોહનભાઈ પટેલને મળેલ બાતમીના આધારે પીરામણ ગામ તળાવની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર ચાલી રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરતા ચાર જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને 15000 રોકડ રૂપિયા જપ્ત કરી પકડાયેલા તમામ ચાર જેટલા આરોપીઓને જુગાર હેઠળની કલમ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
પકડાયેલા જુગારીઓના નામ અને સરનામું
(1) કિશનભાઇ ગૌતમભાઈ વસાવા,
રહે- ચોર્યાસી ભાગોળ અંકલેશ્વર.
(2)કરણસિંહ ચંદુભાઈ વસાવા,
રહે- સુરતી ભાગોર અંકલેશ્વર.
(3) મુકેશભાઈ સુખદેવભાઈ વસાવા,
રહે -ચોર્યાસી ભાગોર, અંકલેશ્વર.
(4) અક્ષય ભાઈ કમલેશભાઈ વસાવા,
રહે- ભાટવાળ અંકલેશ્વર.