વિનોદભાઈ પટેલ
હાલ દિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં ખૂબ માત્રામાં ગરમી પડી રહી છે. આ ગરમીમા માણસો તો માણસો પણ પક્ષીઓ પણ હેરાન પરેશાન હોય છે અને પક્ષીઓને પાણી પીવામાં પણ અછત પડતી હોય છે જેના કારણે ઘણા પક્ષીઓ પાણીની પ્યાસ ના કારણે તડપીને મરી જતા હોય છે તેને ધ્યાનમાં લઇ આજરોજ અંકલેશ્વર ખાતે જીવ દયા પ્રેમી દ્વારા ભર ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને પક્ષીઓના પીવાના માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા અંકલેશ્વરમાં જીવ દયા પ્રેમી ગ્રુપના કૌશિક ભાઈ પટેલએ પોતાની જીવ દયા પ્રેમીની ટીમ સાથે અંકલેશ્વરના પીરામણ નાકા પાસે પક્ષીઓને વિનામૂલ્યે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ૨૦૦ થી ૩૦૦ જેટલા વ્યક્તિઓએ કુંડા લઈ ખુશી અનુભવી હતી અને દરેક વ્યક્તિએ પોતાના ઘરની બહાર પક્ષીઓને પાણી પીવડાવવા માટે ના કુંડા નું આયોજન કરશે એવું પણ જણાવ્યું હતું.