

રસોઈ સ્પર્ધા માં પ્લે સ્કુલ ખાતે અભ્યાસ કરતા બાળકો ની માતા ઓ એ અલગ અલગ ભારતીય તથા પશ્વિમી વાનગીઓ બનાવી ને સુંદર સંદેશ પાઠવી ઉપસ્થિતો ની દાદ મેળવી હતી. બાળકો સાથે તેમની માતાઓએ પણ પોતાના બચપનની યાદ અપાવે તેવી રમતો રમી આનંદનું વાતાવરણ સ્કુલ માં સર્જ્યું હતું……
આ કાર્યક્રમમાં મૂખ્ય મહેમાન તરીકે ઉષાબેન પટેલ તેમજ શાળાના ડિરેક્ટર ગુમાન ભાઈ પટેલ કિરીટભાઇ ભટ્ટ અને શાળા નાં પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ હાજર રહયા હતાં. મોહિની ભટ્ટ દ્વારા માતૃત્વ વિશે પ્રેરક માર્ગદર્શન આપી સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. અને વાલીઓએ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે શિક્ષકમિત્રોના સુંદર એવા સાથ સહકાર સાથે કાર્યક્રમની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.