Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ એલસીબી પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ભરૂચી નાકા પાસે આવવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આંબોલી ગામના હનુમાન ફળિયામાં રહેતા પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઈ વસાવાને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકને હવાલે કર્યો હતો શહેર પોલીસે તેનો કબજો મળેવી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં થોડા દિવસો પેહલા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના બનાવો મોટી સંખ્યામાં બની રહ્યા હતા જેને લીધે ખેડૂતોને અવાર-નવાર તકલીફો પડી રહી હતી અને આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલામાં કોરોનોનું તાંડવ : ગત બે દિવસમાં 14 ના થયા અગ્નિસંસ્કાર જે પૈકી તંત્રના ચોપડે છુપાવાઈ રહ્યા છે મોતના આંકડા…

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી માં મેઘરાજાની પવનસુસવાટા સાથે ઘમાકેદાર એન્ટ્રી..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નબીપુર તાલુકાના કરગટ ગામમાં થયેલ 4 લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!