Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

પોર્ટેબલ મોર્ગ કોલ્ડ સ્ટોરેજ અર્પણવિધી કાર્યક્રમ યોજાયો…..

ProudOfGujarat

ખેડૂત સમાજ ગુજરાત દ્વારા  જાહેર અપીલ : મજૂરોને યોગ્ય મદદ કરો.

ProudOfGujarat

પંચમહાલ કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!