Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામની ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય રાજેશભાઈ બાબુભાઈ મોદી આજરોજ ખાનગી બસ નંબર-જી.જે.૦૩.બી.ડબ્લ્યુ.૦૪૮૦માં બેસી ડીસા થી સુરત ખાતે જઈ રહ્યો હતો તે વેળા સવારના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર પુરપાટ ઓવર ટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો.સદર અકસ્માતમાં બસમાં સવાર રાજેશ મોદીના શરીરે ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે બસમાં સવાર રમીલાબેન,ટ્વિન્કલબેન શાહ અને શાદીબેન સહીત અન્ય પાંચથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર- આઠ વર્ષના બાળકને ફોરવ્હીલ ગાડી એ ટક્કર મારતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ …

ProudOfGujarat

મહીલા દિવસ નિમેતે ભરૂચ 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!