Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વરનો વિદ્યાર્થી ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાને.અગસ્તિ એજ્યુકેશનના ધ્રુવ પટેલે 99.99 પી.આર મેળવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરની અગસ્તિ એજ્યુકેશનના વિદ્યાર્થીએ આજરોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.ગુરુવારે જાહેર થયેલા GHSEB ના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં અંકલેશ્વરની અગસ્તિ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા ધ્રુવ પટેલે 99.99 પી.આર પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.ધ્રુવ પટેલે આ સિદ્ધિ બદલ પરિવાર અને શાળાના શિક્ષકોને શ્રેય આપ્યો હતો.ધ્રુવની આ સિદ્ધિ બદલ અગસ્તિ એજ્યુકેશનના શિક્ષકો,સાથી વિદ્યાર્થીઓ તેમ જ પરિવારજનોએ અઢળક શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.અગસ્તિ એકેડમીના ટ્રસ્ટી રાહુલ પટેલે ધ્રુવની આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંગે અમારે કહેવાનું નથી અમારા પરિણામ જ બોલે છે.નોંધનીય છે કે અગસ્તિ એકેડેમી સતત ત્રણ વર્ષથી પરિણામોમાં મોખરે રહેતી શિક્ષણ સંસ્થા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2548 થઈ.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શાહીબાગમાં થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો

ProudOfGujarat

ભરુચના પાંચ ઇસમો પંચમહાલના પર્યટક સ્થળ પાસે દારુની મહેફીલ માણતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!