દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર બ્રહ્મ સમાજનું ગૌરવ એવી ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીનું બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયું હતું.અંકલેશ્વરની સનાતન એકેડમીમાં અભ્યાસ કરતી અંજલી મુકેશ પાંડેએ ધોરણ12 કોમર્સ CBSE બોર્ડમાં ૯૬.૨૦% ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.તેની આ સિદ્ધિ બદલ અંકલેશ્વર ભરૂચ શ્રી પરશુરામ દલ સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર સ્થિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરે યોજાયેલ પરશુરામ જયંતીના કાર્યક્રમ દરમિયાન તેનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંજલી પાંડેના પરિવારજનો તથા બ્રહ્મ સમાજના અગ્રણી એલ.બી.પાંડે સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ અંજલિને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.
Advertisement