Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પ્રદૂષણ મુદ્દે સરકાર અને GPCB  કોઇ બાંધછોડ  નહી કરે…

Share

એકસ્પાન્શન માટે ઉધ્યોગોએ અબાઉગ્રાઉન્ડ પાઇપલાઇન રાખવી…

ગાંધીનગર ખાતેની બેઠકમાં અંક્લેશ્વરનાં ઉધ્યોગોને તાકિદ કરાઇ…

Advertisement

અંક્લેશ્વરમાં વધતાં જતાં પ્રદૂષણ મુદ્દે હવે સરકાર, GIDC અને GPCB કોઇ જ બાંધછોડ નહી કરે એવા સ્પષ્ટ સંકેત તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મળ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા જ ગાંધીનગર ખાતે અંક્લેશ્વરના ઉધ્યોગઅગ્રણીઓનાં પ્રતિનિધિમંડળ સાથે ચીફ સેક્રેટરી, GIDCનાં મેનેજિંગ ડાયરેક્ટર ડી.થારા,  GPCB નાં અરવિંદ અગ્રવાલ સહિતનાં અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.આ બેઠક્માં અંક્લેશ્વરનાં ઉધ્યોગ અગ્રણીઓએ વિવિધ મુદ્દે રજુઆતો કરી હતી.જો કે એમાં બે મુખ્ય મુદ્દા પર GPCB અને GIDC દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતુ. હાલમાં  અંક્લેશ્વર GPCB ની સ્થાનિક કચેરી દ્વારા ભુતિયાં કનેક્શનો દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવતા ઉધ્યોગો સામે નીડરતાથી પગલા લેવામાં આવી રહ્યા છે. આ કડક કાર્યવાહીનાં સારાં પરીણામો પણ મળી રહ્યા છે.અને પ્રદૂષણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે.જો કે સ્વભાવિક છે કે કેટલાંક નાપાક ઉધ્યોગગ્રૃહોને  આ કડક કાર્યવાહી સામે વાંધો હોય જ.આથી તેઓએ આ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.જો કે ગાંધીનગર GPCB નાં અરવિંદ અગ્રવાલ તથા GIDC નાં ડી.થારા એ આ બાબતે સ્પષ્ટ વલણ દાખવતાં ઉધ્યોગપતિઓને રોકડું પરખાવી  દીધુ  હતુ.અને જણાવ્યુ હતુ કે હાલની  GPCB ની   કામગીરીથી સારા પરીણામો મળી રહ્યા હોવાથી એમાં કોઇ જ બાંધછોડ કરવામાં નહિં આવે.GPCB એની કામગીરી જરૂરિયાત મુજબ બજાવતી રહેશે.

ચર્ચામાં લેવાયેલ અન્ય મુદ્દો ઉધ્યોગોનાં એકસ્પાન્શનનો માટેનો હતો.ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે એકસ્પાન્શન ઇચ્છતાં ઉધ્યોગગ્રૃહોને પ્રદૂષણ મુદ્દે પારદર્શિતા રાખવા માટે અબાઉ ગ્રાઉન્ડ પાઇપલાઇન અર્થાત કે જમીનની ઉપરથી પાઇપલાઇન નાખવાનાં વિચારને પણ હકારાત્મક્તાથી લેવા સુચન કર્યુ છે. GPCB અને GIDC ની ગંધીનગરની વડી કચેરી તરફથી  આ બાબતે સ્પષ્ટ અને કડક  વલણ બાદ હવે પ્રદૂષણ કરતા ઉધ્યોગો સુધરે એવા જ હેતુથી ક્રિટીકલ  ઝોનમાંથી અંક્લેશ્વર વસાહતને મુક્ત કરાઇ છે.એ હેતુ બર આવે એ ઇચ્છનીય છે.


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયા એ વેલેન્ટાઈન ડેના અવસર પર બોલ્ડ હોટ ફોટા શેર કર્યા

ProudOfGujarat

રાહુલ ગાંધીના ભાવનગર જિલ્લાના પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થળ તપાસ માટે પોહચ્યા..

ProudOfGujarat

રાજપીપળામાં મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!