Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની રામદેવ કેમિકલ કંપનીમાં એક કામદારનું મોત.કામદારનો પગ લપસી જતા બોરમીલમાં પડતા મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરની રામદેવ કેમીકલ કંપનીમાં બોરમીલમાં મટીરીયલ ચાર્જ કરતી વખતે એક કામદારનો પગ લપસી જતા કામદાર બોરમીલમાં પડતા તેનું મોત નીપજ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રામદેવ કેમીકલ ઈન્ડસ્ટીઝમાં કામ કરતો 21 વર્ષીય રાહુલ પ્લાન્ટમાં બોરમીલમાં મટીરીયલ ચાર્જ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે બોરમીલમાં પડતા નજીક કામ કરતા કામદારો દોડી આવ્યા હતા. રાહુલને બહાર કાઢી કંપની સંચાલકોને જાણ કરતા તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાંના તબીબોએ રાહુલને મૃત જાહેર કર્યો હતો.આ અંગેની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

“રોહિત શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સને અલગ અને અનોખું સંગીત આપીને ફિલ્મને ઘણો ન્યાય કર્યો છે”.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

ઝઘડિયાના ભાલોદ ખાતે બેન્ક ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!