વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી ગામ નજીક આવેલ નહેરમાં એક 13 વર્ષીય બાળકીનું નહેરમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બાળકી દયાદરા ગામથી અંકલેશ્વર પાનોલી લગ્નમાં આવી હતી પરંતુ પાનોલી ગામમાં સૌચાલય નહીં હોવાના કારણસર બાળકી નહેરમાં ડબ્બા વડે પાણી ભરવા ગઈ હતી પરંતુ અચાનક પગ લપસી જતાં બાળકી એકાએક નહેરના ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી અને સહેલી દ્વારા બૂમો પાડતા બાળકીએ કોઈ જવાબ ન આપતા સહેલીએ તેમના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીની શોધખોળ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા.બે દિવસ પછી બાળકીની ડેડબોડી એકાએક નહેરમાં ઉપર આવી જતા અંકલેશ્વર તાલુકા પોલીસે ડેડબોડી નો કબજો મેળવી અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.સમજમાં બનતી આવી ઘટનાઓ તત્રં ઉપર પણ સવાલ ઉઠાવી રહી છે કે જો 13 વર્ષની બાળકીએ પણ ખુલ્લામાં સૌચાલય માટે જવું પડતું હોય તો ક્યાં ગયા દેશના વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલ ગામે ગામના સૌચાલય?