વિનોદભાઇ પટેલ
હાલ દિન-પ્રતિદિન ગરમીનો પારો અંકલેશ્વર શહેરમાં વધી રહ્યો છે તેના કારણે સાંજના સમયે અંકલેશ્વર શહેરના રહીશો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પુરુષોત્તમ બાગમાં આખા દિવસની ગરમીનો થાક ઉતારવા માટે પુરષોત્તમ બાગમાં જતાં હોય છે અને સુંદરતાનો નજારો જોવાની આતુરતા હોય છે પરંતુ અંકલેશ્વરના પુરુષોત્તમ બાગ ખાતે પાણીના ફુવારાની હાલત ગંભીર હાલતમાં જોવા મળી રહી છે અને લોકો પાણીના ફુવારામાં પોતાના પગના બુટ ચંપલ મુકવાનું સ્થાન સમજી બેઠા છે ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા આ મુદ્દા પર ધ્યાન આપીને વહેલા તકે પુરુષોત્તમ બાગના પાણીના ફુવારા ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Advertisement