વિનોદભાઇ પટેલ
વૈશાખ સુદ ત્રીજના દિવસને વર્ષનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસ સાથે કેટલીય મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે જેમાં પરશુરામ અવતરણ, ગંગા અવતરણ, ભગવાન શ્રી કૃષ્ણ તથા સુદામાનું પુનઃ મિલન તેમજ ત્રેતા યુગના પ્રારંભ જેવી ઘટનાઓ આજના દિવસ સાથે સંકળાયેલી છે. આજના દિવસને અતિ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે આજના દિને લોકો નવીન ચીજવસ્તુઓ ખરીદી તેમજ સોનાની ખરીદી કરી શુકન કરે છે. અંકલેશ્વર ખાતે લોકોએ સોનાની ખરીદી કરી હતી. શહેરીજનોએ વિવિધ જવેર્લ્સની શોપમાંથી સોનુ ખરીદી શુકન કર્યા હતા. તો વાહનોની ખરીદીમાં પણ લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો.
Advertisement