Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- નર્મદા નદીમાં લાપતા થયેલ જુના દીવા ગામના ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા…

Share

વિનોદભાઈ પટેલ

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાનો નર્મદાના ધસમસતા પુર માં તણાઈ ગયા હતા. મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનો ને શોધવામાં સફળતા મળી ન હતી પરંતુ સવારથી લઈને સાંજ સુધી અંકલેશ્વર ફાયર બ્રિગેડ ની ટીમે નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણેય યુવાનના મૃતદેહ ને શોધી કાઢવામાં સફળ થઈ હતી ત્યારે ત્રણેય યુવાન ના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને મૃતદેહના પરિવારજનોના માથા ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે રાજકુમાર સુરેશભાઈ પટેલ, વિનય ભાઈ ગિરીશભાઈ પટેલ, અનિરુદ્ધ સિંહ પ્રદિપસિંહ રાજ ત્રણે યુવાનોના મૃતદેહનો કબજો લઈ અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થ લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

रजनीकांत और अक्षय कुमार की फिल्म 2.0 होगी इस डेट को रिलीज़!

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં.૨ માં સ્પોર્ટ પર્સન આરીફભાઈ તથા તોસિફ નેકી દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!