વિનોદભાઇ પટેલ
હાલ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સૌથી વધારે આ ગરમીમાં પીવાનું પાણી લોકોની મુખ્ય જરીરિયાત હોય છે અને સૌથી વધારે લોકો આ ગરમીની સિઝનમાં પાણીથી પોતાની તરસ બુઝાવતા હોય છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર પાસે આવેલ બસ ડેપોમાં પાણીની પરબ બંધ હોવાથી બસોમાં મુસાફરી કરતા રાહદારીઓને ઘણી મુસીબતોનો સામનો ભોગવવો પડી રહ્યો છે. જેમાં મધ્યમ વર્ગના લોકો પાણીની તરસને બુઝાવવા માટે બસ ડેપોની પરબ બંધ હોવાથી પૈસાથી પાણીની બોટલ ખરીદી રહ્યા છે ત્યારે બીજી તરફ મહેશ્વરી મહિલા મંડળના પ્રમુખના જણાવ્યા અનુસાર અંકલેશ્વર બસ ડેપોને પાણીના પરબનો સંપૂર્ણ ખર્ચો મહેશ્વરી મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો અને બસ ડેપોના અધિકારી અને ખાનગી પાણીના વેચાણ કરતા વેપારીઓની મિલીભગતના કારણે ડેપોમાં લગાવેલ પાણીના પરબના નળ તોડી નાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. હવે આ પાણીની પરબને ક્યારે ચાલુ કરવામાં આવશે અને આવા ગેરકાયદેસર રીતે પાણીની બોટલનો વેપાર કરતા વેપારીઓની ક્યારે અટકાયત કરવામાં આવશે તે જોવું રહ્યું.