વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનની ઓ.એન.જી.સી.કોલોની પાસે આવેલ કોસ્મોસ સોસાયટીમાં રહેતા રીજ્જું પ્રભાકરનને પોતાની એસયુવી કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન ગતરોજ સાંજના સમયે ચાર-પાંચ બાઈક પર આવેલ અજાણ્યા ઇસમોએ સોસાયટીમાં પાર્ક કરેલ કાર સહિતના વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા. અજાણ્યા તત્વોએ એસયુવી ગાડીના કાચ તોડી નાખી વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું.અસામાજિક તત્વોના આંતકને કારણે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે કાર માલિક રીજ્જું પ્રભાકરનને અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement