વિનોદભાઇ પટેલ
જન સેવા એજ પ્રભુ સેવાની કહેવતને આજે પણ એક 13 વર્ષીય બાળકે જીવિત રાખી છે.અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જેનિષકુમાર બીપીનભાઈ પટેલ જેવો અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનમાં અભ્યાસ કરે છે તેઓએ પોતાના જન્મ દિવસ નિમિત્તે ગલ્લામાં ભેગા કરેલ જમા પૂંજી જરૂરત મંદ લોકોને મદદ થાય તે હેતુથી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં ચાલતા ભૂખ્યાને ભોજનના સ્ટોર પર જઈ જેનિષ કુમારે ગલ્લામાં રાખેલ તેમની તમામ જમા પૂંજી ભૂખ્યાના ભોજનના સ્ટોર પર દાન કરી હતી અને અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.જ્યારે ભુખ્યાના ભોજનના આયોજકોએ પણ જેનીશ ભાઈ પટેલના આ કાર્યથી ખૂબ પસંદ થયા હતા અને ૧૩ વર્ષીય જેનિસ ને શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ આ બાળક સમાજ સેવકનું કામ કરતો રહે તેવું પણ પ્રોત્સાહન આપ્યું હતું.ત્યારે સમાજમાં પણ આવા બાળકો આજે પણ માનવતા જીવિત છે તેનું ઉદાહરણ પાઠવી રહ્યા છે.