મળતી માહિતી અનુસાર મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતો નાગેન્દ્ર રાજગર માનસિક રીતે અસ્વસ્થ હોય આજરોજ અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ ૬ માળની બિલ્ડીંગના ચોથા માળે ચઢી ગયો હતો અને ત્યાંથી નીચે કુદવાની તૈયારી કરી રહ્યો હતો તે દરમિયાન સ્થાનીકોએ યુવાનને જોતા પ્રથમ તેને સમજાવવાની કોશિશ કરી હતી યુવાનને સમજાવવામાં લોકો નિષ્ફળ રહેતા સ્થાનીકોએ ત્વરિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીએસઆઈ એમ.આર.શકુરીયા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને યુવાનને ઝડપી લઈ નીચે ઉતારી તેના વાલીવારસાને શોપ્યો હતો બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોધાવા પામી નથી.
Advertisement