વિનોદભાઇ પટેલ
ગઈકાલે રોજ અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ તૂટી પડતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે બે થી ત્રણ જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારના દુકાનદારોના ગેરકાયદેસર દબાણના કારણે અંકલેશ્વર ફાયર બ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી જેના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાના પગલે આજરોજ એક જાગૃત યુવાન દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને ચૌટા બજારના ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની અરજી કરવામાં આવી હતી અને વહેલી તકે આ ગેરકાયદેસર દબાણ દૂર થાય તેવી પણ અંકલેશ્વરના એક જાગૃત યુવાન દ્વારા માંગણી કરવામાં આવી હતી અને જાગૃત યુવાનના જણાવ્યા અનુસાર જો ફરી આવી કોઈ ઘટના બને અને 108 એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ જેવા વાહનો અંદર પ્રવેશ નહીં કરી શકે એ બહુ દુર્ભાગ્યની વાત છે એ માટે વહેલા તકે અંકલેશ્વર નગરપાલિકા આ મુદ્દા પર ધ્યાન લઈ અંકલેશ્વર ચૌટા બજાર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે તેવી જાગૃત યુવાન દ્વારા માંગણી કરવામાં આવી હતી.