અઢી વર્ષની મુદત પુર્ણ થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની કવાયત
ભાજપાના સભ્યો દ્વારા રબર સ્ટેમ્પ પ્રમુખ માટે લોબિંગ શરૂ
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એવી અંક્લેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂટણી તા.૮ જુને અંક્લેશ્વર પાલિકા ખાતે યોજાશે.
અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાની અઢી વર્ષની મુદત પુર્ણ થઈ રહી છે જેથી પાલિકા અધિનિયમ હેઠળ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંક્લેશ્વરનાં પ્રાંત અધિકારિ રમેશ ભગોરાની અધ્યક્ષતા હેઠળ યોજનાર છે. પાલિકાનાં બોર્ડ રૂમમાં તા.૮ જુને સવારે ૧૧ કલાકે આ ચૂંટણી યોજાશે જેનુ જાહેરનામું બહાર પડી ચૂક્યું છે
નોંધનીય છે કે બાકીની અઢી વર્ષની ટર્મ માટે પણ અંક્લેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સામાન્ય મહિલાની જ બેઠક હોઈ ભાજપાનાં નગરસેવકો પોતપોતાના વોર્ડની વિજેતા મહિલા સભ્યોને પ્રમુખપદ માટે આગળ ધરવાની કવાયતમાં છેલ્લાં ઘણાં સમયથી લાગી ગયા છે. પાલિકામાં આમ પણ સત્તાધીસ ભાજપાનાં જ આંતરિક જૂથબંધ છેલ્લાં ઘણા સમયથી વકરી રહી છે ત્યારે રબર સ્ટેમ્પ બનીને કામગિરી કરે એવી મહિલા પ્રમુખ પોતાનાંજ વોર્ડની હોય એ માટે તમામ જુથ એકજુટ થઈને લોબિંગ કરી રહ્યા છે. બીજી તરફ મોવડીમંડળ પણ આ બાબતે ગંભીર મનોમંથન કરી રહ્યું છે પાલિકાના વજનદાર ગણાતા સભ્યોએ પોતપોતાનાં ગોડફાધર્સનો સંપર્ક સાધીને પોતાનો જ કક્કો ખરો કરાવવા જાણે દોડ બકી છે.
નોંધનીય છે કે અઢી વર્ષનાં શાસનમાં પાલિકા પ્રમુખ દ્વારા અનેક રીતે ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી અને મોવડીઓ સુધી આ રજુઆતો થઈ હતી. ભાજપા શાસિત નગરપાલિકાની સાખ છેલ્લાં થોડા સમયમાં ધરી છે અને વહીવટ પણ કરાવ્યો છે ત્યારે બે નવા પાલિકા પ્રમુખનાં શાસનમાં આ છબી સુધરે એ ભાજપાનાં હિતમાં છે. પ્રમાણિક અમે માત્ર રબર સ્ટેમ્પ ન બની રહીને સાચા અર્થમાં સુશાસન સાથે એવાં પ્રમુખ આવશે કે પછી જે રીતે ગાડું ગબડ્યું છે એ જ રાહે ગબડસે એ હવે તા.૮ મી એ જોવું રહ્યું.