વિનોદભાઇ પટેલ
હાલ ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન ગરમીનો પારો સતત વધી રહ્યો છે રેકોર્ડ બ્રેક ૪૪ ડિગ્રી તાપમાનમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ગરમીને ધ્યાનમાં લઈને ભરૂચ જિલ્લામાં શેરડીનો રસ લોકો માટે ગરમીનો સહારો બની રહ્યા છે અને ફક્ત 10 રૂપિયામાં આ શેરડીના રસનું વેચાણ થઈ રહ્યું છે જે પેપ્સી કોકોકોલાને પણ હાલ ટક્કર આપી રહી હોય એવું લાગી રહ્યું છે.શેરડીના રસથી આવી કાળઝાળ ગરમીથી લોકોને થોડે અંશે રાહત મળી રહે છે વળી શેરડીનો રસ શરીર માટે પણ ફાયદાકારક છે તેનાથી શરીરમાં સુગરની કમી આવતી નથી જેથી ચક્કર આવવા,કમશક્તિ લાગવી જેવી બીમારીમાં રાહત મળી રહે છે. આજના યુવાનો મોટેભાગે પેપ્સી,કોકાકોલા જેવા સોફ્ટ ડ્રિંક્સ જે શરીર માટે હાનિકારક છે તેનું સેવન કરતા હોય છે પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીના કારણે યુવાનો પણ શેરડીના રસનું સેવન કરી રહ્યા છે.