વિનોદભાઇ પટેલ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ બસ ડેપોની સામે જીન ફળિયામાં ગેરકાયદેસર રીતે પત્તાપાનાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ રેડ કરી હતી.રેડ દરમિયાન ભરૂચ એલસીબીએ બે જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બે આરોપી કલ્પેશ રામજી વસાવા અને બાબુ દેવજી વસાવાને પકડી 5000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ભરૂચ એલસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement