વિનોદભાઇ પટેલ
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામના નવા ફળિયામાં રહેતા અભેસિંહ બેચરસિંહ ડોડીયાનો ભત્રીજો તખતસિંહ પ્રભાતસિંહ ડોડીયા તેઓના ચાકર સાથે ગતરોજ રાતે પાદરમાં આવેલ કરીયાણાની દુકાને સમાન લેવા ગયા હતા તે દરમિયાન નજીવા મુદ્દે ગામના જ જયકિતસિંહ દેવેન્દ્રસિંહ ચૌહાણ,કિસનસિંહ દિનેશસિંહ ચૌહાણે ભત્રીજા અને ચાકરને માર મારતા હોય તેઓને છોડાવવા વચ્ચે પડેલ અભેસિંહ બેચરસિંહ ડોડીયાને ધક્કો મારી પાડી દીધા હતા જે બાદ તેઓ પોતાના ઘરે આવી ગયા હતા જે બાદ આ ઝઘડાની રીસ રાખી ફરી કિસનસિંહ ચૌહાણ,જયકિતસિંહ ચૌહાણ અને વિરલસિંહ ઉપેન્દ્રસિંહ ચૌહાણ,વિજયાબેન ઉપેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ઉપેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ ઘરે ઘસી આવ્યા હતા અને તેઓને અપશબ્દો બોલી રહ્યા હતા જેઓએ નાં કહેતા આવેશમાં આવી ગયેલા મહિલા સહીત ચાર ઇસમોએ લાકડીના સપાટા સાથે અભેસિંહ બેચરસિંહ ડોડીયા પર તૂટી પડ્યા હતા આ ઝપાઝપીમાં તેઓને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી જયારે તેઓના પુત્ર વિરેન્દ્રસિંહ ડોડીયા અને પુત્ર વધુ સહીત ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારીના બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.