Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

Share

વિનોદભાઇ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગઈકાલના રોજ અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જીઆઇડીસી પોલીસે એક અનાજ ભરેલી ટ્રક gj5 એવી 9029 માં બે પંચોના માણસો બોલાવી રૂબરૂ તપાસ કરતા તેમાં ઘઉંની ભરેલી ૫૦ કિલોગ્રામની બોરી મળી આવી હતી.જેથી ટેમ્પા ડ્રાઇવર અશોકભાઈ હીરાભાઈ વસાવા પાસે તેના કબજાના ટેમ્પામાં ભરેલી ઘઉંની બોરીઓના બીલ તથા આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી ટેમ્પામાં ભરેલ ઘઉંનો જથ્થો ચોરી છળકપટથી મેળવેલ હોવાની શંકા જતા ટેમ્પામાં ભરેલ બોરીઓની ગણતરી કરી ટેમ્પા સહિત ડ્રાઈવરને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે લઈ જવામાં આવ્યા હતા અને આ ટેમ્પો ક્યાંથી લાવ્યો છે અને આ અનાજ ક્યાંથી લાવ્યો છે તેની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં પાટડી-ખારાઘોઢા વિસ્તારમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા.

ProudOfGujarat

રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની સુવિધા ઉભી કરાઇ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!