વિનોદભાઇ પટેલ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ૧લી એપ્રિલના રોજ અંકલેશ્વર નગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનુગાએ facebook માધ્યમ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પર મુદ્રા લોન બાબતે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.પરંતુ કોઈપણ સબૂત ના મળતા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે ગઈકાલના રોજ નગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા શરીફભાઈ કાનુગા ઉપર અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ના જણાવ્યા અનુસાર આ મુદ્રા લોન બાબતે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી તેવું જણાવ્યું હતું. અને વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે કોઈપણ પ્રકારના પુરાવા વગર ફક્ત હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા ઉપનેતા શરીફભાઈ કાનુગાએ મારી ઉપર ખોટા આક્ષેપ કર્યા હતા.જે તમામ આક્ષેપ ખોટા છે તેના કારણે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માગણી કરી હતી અને શરીફભાઈ કાનુગાને કડકમાં કડક સજા મળે તેવી પણ માગણી કરી હતી.જ્યારે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.