Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખોવાયેલા સંબંધીને શોધવા માટે જગ્યા જગ્યા ઉપર દસ હજાર રૂપિયાની જાહેરાતના બેનરો લગાડવામાં આવ્યા…

Share

વિનોદભાઇ પટેલ

પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ના જાણે કોઈ જાણે જો સાચા પ્રેમ ને તો જુદા ના રહે કોઈ, આવો જ એક કિસ્સો અંકલેશ્વર શહેરમાં બનવા પામ્યો છે. જેમાં અંકલેશ્વરની સુદર્શન પોલીપેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતો એક યુવાન પાછલા કેટલાક દિવસોથી ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુમ થયેલ વ્યક્તિ ના પત્ની નો ભાઈ અંકલેશ્વરના વિવિધ જગ્યાઓ ઉપર તેમના ગુમ થયેલા પોસ્ટરો લગાવી રહ્યો છે અને પોસ્ટરમાં જણાવ્યા મુજબ જે કોઈ મારા સંબંધીને શોધી આપે કે પછી તેમને જાણકારી આપે તેને 10 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત ના બેનરો લગાવતો એક વ્યક્તિ આજરોજ જોવા મળ્યો હતો. જેમાં તેને વધુ પૂછપરછ કરતાં વિનોદભાઈ યાદવ પાસેથી માહિતી મેળવતા તેમને જણાવ્યું હતું કે પાછલા કેટલા દિવસથી મારા જીજાજી કંપનીમાંથી જતા રહ્યા છે અને આ જ દિવસ સુધી ઘરે પરત આવ્યા નથી માટે હું તેમને શોધવાનો ગંભીર પ્રયત્ન કરી રહ્યો છું અને જગ્યા જગ્યા ઉપર 10000 રૂપિયા નામના ઇનામ ના જાહેરાત ના બેનરો લગાવી રહ્યો છું જેથી કરી મને મારા જીજાજી મળી જાય.

Advertisement


Share

Related posts

ભરૂચ ના દયાદરા ગામે થી જુગાર રમતા ૧૪ જુગારીઓને ૧૦ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા…..

ProudOfGujarat

રાજપીપળા : નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની મહિલાઓએ નિવાસી કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

અમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!