વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર તાલુકાના હદ વિસ્તારમાં આવેલ ઉમરવાડા ગામ ખાતે ગઈકાલ રોજ માટી કૌભાંડ બાબતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને ૪ થી ૭ જેટલી માટી ભરેલી ટ્રકોની અટકાયત કરી આ માટીની ટ્રકો વગર રોયલ્ટીની હોવાનું જણાવ્યું હતું.ગામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગામના તળાવો માંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી રેલવેમાં માટી નખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પાછલા બે મહિનાથી આ માટીનું ખોદકામ ચાલતું હોય તેવું જણાવ્યું હતું અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના સરપંચો તથા તલાટીઓ પણ માટી કોભાંડમાં સંકળાયેલા હોય તેવું પણ જણાવ્યું હતું.છેવટે જાતે જ ગ્રામજનોએ રાત્રે વોચ ગોઠવી ૪ થી ૭ જેટલી વગર રોયલ્ટીની માટી ભરેલી ગાડીઓ ઝડપી પાડી હતી અને સરકાર આ માટી કોભાંડમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી ગામજનોએ માંગણી કરી હતી. હાલ હવે એ જોવાનું રહ્યું કે ખાણ-ખનીજ વિભાગ આ મુદ્દે ધ્યાન આપશે ખરું કે પછી આંખ આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે.