Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડના જવાનોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી જીવ બચાવ્યો…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી પાસે પંછીરાજ સિનેમા પાસે એક ગાય ઊંડા ખાડામાં પડી જવા પામી હતી. ત્યારબાદ ત્યાંના સ્થાનિકોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે ઊંડા ખાડામાં પડેલી ગાય બહાર નહીં નીકળતાં સ્થાનિકોએ અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા. બે થી ત્રણ કલાક સુધી રેસ્ક્યુ કરી છેવટે ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ખુબ મોટી સંખ્યામાં ગાયો બિનવારસી રખડતી હોય છે જેની પર સરકાર ધ્યાન દોરે તેવી પણ માગણી કરી હતી.

Advertisement


Share

Related posts

કોપર ચોરીના ગુનામાં સંડોવાયેલા મોસાલી અને શાહ ગામના બે પરપ્રાંતિય આરોપીને LCB અને SOG ની ટીમે ઝડપી લીધા.

ProudOfGujarat

સુરત પાલિકા દ્વારા ભગવાનના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કર્યું

ProudOfGujarat

પ્રોહીબીશનનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોર્ડે પકડી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!