Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ગણતરીના કલાકોમા માંડવા-મુલદ ટોલ નાકા ખાતે થયેલ ધાડ ના આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ

Share

( દિનેશ અડવાણી ભરૂચ )

તાજેતરમા માંડવા-મુલદ ટોલ ટેક્ષ નાકાની ઓફીસમા દિલધડક ધાડનો બનાવ બન્યો હતો. જેના પગલે ભયનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. બનાવ બન્યા અને ગણતરીના કલાકોમા ભરૂચ જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ આ બનાવનો ભેદ ઉકેલવામા પોલીસ તંત્ર ને સફળતા પ્રાપ્ત થઈ છે. ગુનો એવી રીત્ર કે આ બનાવમા   થી  જેટલા અજાણ્યા આરોપીઓ સાંજે સાત એક વાગ્યાના અરસામા તેમનો ટેમ્પો ઓવરલોડ હોય તે બાબતે થયેલ ઝગડાની રીષ રાખી પૂર્વ આયોજીત કાવતરૂ રચી મારક હથીયારો સાથે ટોલ નાકા ઉપર આવી ટોલ ટેક્ષના  કર્મચારીઓને મારમારી ફેંકચર કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ટોલ નાકાના કેબીન માથીટોલ ના ઉગરાવેલ આશરે રોકડા રૂપિયા ૪,૪૧,૮૦૦ ની લૂંટ કરી તથા પબ્લીક પ્રોપટીને નુકસાન કરી ગુનો કરેલ હોય તે બાબતે ગુનો નોંધાતા પોલીસ મહા નીરીક્ષક વડોદરા રેન્જ અભય ચુડાસમા તથા ભરુચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહ ના મર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝન એલ.એ ઝાલા ના નેતૃત્વમા તપાસ કરનાર અમલદાર પોલીસ અંકલેશ્વર શહેર જે.જી અમીને અલગ-અલગ ટીમો બનાવી સી.સી. ટીવી ફુટેજ મેળવી તલસ્પર્શી તપાસ કરતા આ બનાવના આરોપીઓ સીયાલજ કિમ ચાર રસ્તા પાસે હોવાનુ મહત્વની કળી મળી હતી. તેના આધારે આ તમામ આરોપીઓને ઝબે કરવા આ ચારે ટીમને મળેલ લોકેશનના આધારે અનિલ બુટ્ટાભાઈ ભરવાડ, સુરેશ પુણાભાઈ જોગરાણા, મુન્નાભાઈ કાનાભાઈ ચોસલા,  ગોપાલ સાજનભાઈ જોગરાણા ને પકડી પાડવામા સફળતા મળી હતી. આ બનાવમા સામેલ અન્ય આરોપીઓની પણ ઓળખ થઈ ચુકી છે. જે અંગે આગળ ની તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે પો.ઈ જીજ્ઞેશ અમીન, પો.સ.ઈ એમ.આર શકોરીયા, પો.સ.ઈ ધડુક તેમજ પોલીસ સ્ટાફે જહમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

એ.પી.એમ.સી.નાં મોસાલી સબયાર્ડ ખાતે આગામી તારીખ ૩૧ મી માર્ચનાં મંગળવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન શાકભાજી અને ફ્રુટ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવનાર છે.

ProudOfGujarat

જોન્સન એન્ડ જોન્સનને બેબી પાવડર વેચવાની પરવાનગી મળી, કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!