બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ પ્રતિન ચોકડી વિસ્તાર માં આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન ના મકાન નંબર ૮૦૪ માં રહેતા સલીમ ભાઈ મુલતાની તેઓ નું મકાન બંધ કરી સહ પરીવાર અજમેર શરીફ દરગાહ ખાતે દર્શનાથે ૨૬ તારીખ ના રોજ ગયા હતા . તેઓ દરગાહ ખાતે થી દર્શન કરી ૨૮ મી તારીખ ના રોજ પરત આવતા સલીમ ભાઈ ના મકાન ના બાજુ માં રહેતા લોકો એ તેઓ ના મકાન નું તાળુ તૂટેલું હોવાનું જણાવ્યું હતું સલીમ ભાઈ મુલતાની ૨૯ મી તારીખે એ પરત આવી મકાન માં પ્રવેશ કરી જોતા તેઓ ના મકાન ની તિજોરી તોડવામાં આવી હતી જેમાં થી અંદાજીત ૪૦ હજાર જેટલા ની રોકડ તેમજ સોના ચાંદી ના દાગીના મળી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંતની મત્તા ઉપર અજાણ્યા તસ્કરો હાથફેરો કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. તો બીજી તરફ અંકલેશ્વર જેવા શહેર માં બેફામ બનેલા તસ્કરો વિરુદ્ધ મકાન માલિકે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી …અત્રે ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન માં લગાવવા માં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલત માં હોય તસ્કરોને ચોરી ની ઘટના ને અંજામ આપવા માટે મોકળું મેદાન મળી ગયું હતું.
previous post