ઉકાઈની ઉમરવાડાથી પસાર થતી મેઈન કેનાલમાંથી પાણીની ચોરી
તસ્કરો સિંચાઈનું પાણી ઉધ્યોગોને બારોબાર વેચતાં હોવાની રાવ
ચોરી અને તસ્કરીમાં ઉસ્તાદો માટે કોઈ પણ વસ્તુની તસ્કરી કરવાની લાજશરમ હોતી નથી. અંક્લેશ્વર પંથકમાં એ તસ્કરો ચીજવસ્તુ છોડી પાણી ની તરફ વળ્યાં છે
અંક્લેશ્વર માં હાલ કાળઝાળ ઉનાળો છે અને ગરમી ઘટવાનુ નામ લેતી નથી આ પરિસ્થિતિમાં જળસંકટ ઊભું થયું છે નર્મદાનાં નીર સૂકાતાં ઉધ્યોગો તેમ જ ખેતી માટે પણ પાણીની અછત ઊભી થઈ છે આ પરિસ્થિતિનાં ગેરલાભ લઈને કેટલાંક ભેજાંબાજ તસ્કરોએ પાણીની ચોરી કરી એનો જ ધંધો બનાવી દીધો છે. સૂત્રો દ્વારા મળતી અનુસાર અંક્લેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામ ખાતેથી પસાર થતી મેઈન કેનાલમાંથી કેટલાંક તસ્કરોએ સરેઆમ બિન્દાસ્ત રીતે પાણીની તસ્કરી શર કરી છે. સિંચાઈ માટે અપાતાં આ પાણીને ઠેર-ઠેર પાણી ચોરો મોટર અને પાઈપો જોડીને ખેંચી લઈ ટેંન્કરો ભરી – ભરી વેચી રહ્યાં છે. ખાસ કરીને હાલ ઉધ્યોગોમા મીઢાં પાણીની સતત જરૂર રહેતી હોય છે GIDC માં ઉકાઈ જમળાસંઘ વિભાગ દ્વારા અપાતું પાણી નિયમિત રીતે આવતું નથી અમુકવાર નહેરની મરામતનાં લીધે પાણી પૂરવઠો બંધ રહે છે તો કોઈક વાર ભંગાણ સર્જાતા પણ પાણી મળતું બંધ થાય છે જેથી આ પરિસ્થિતિનાં ગેરલાભ પાણી ચોરો ઉઠાવી રહ્યાં છે. રાત્રી ના અંધકારમાં અનેક ઠેકાણે આ તસ્કરો મોટરો શરૂ કરી પાણીનાં ટેંન્કરો ભરી લે છે અને મફતનું પાણી ટેંન્કર દીઠ ૨ થી ૩ હજાર રૂ. લેખે ઉધ્યોગોને વેચી રહ્યાં છે સિંચાઈ માટેનુ આ પાણી ઉધ્યોગોમાં જતાં ખેતી પર પણ એની માઠી અસર સર્જાય એ સંભાવના વધી ગાઈ છે
નોંધનીય છે કે થોડાં સમય અગાઉ પણ સિંચાઈ ને કેનાલમાંથી પાણીની તસ્કરીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી નહેર વિભાગ દ્વારા પાણીની ચોરી અટકાવવા બદલ કોઈ નક્કર પગલાં લેવાતા નથી નહેર વિભાગ જો જે-તે ગામોનાં જાગ્રૃત નાગરિકો ઉપરાંત પોલિસ વિભાગની પણ સહાયતા લે તો આ તસ્કરી પર અંકુસ મેળવી શકાય છે પરંતુ અગમ્ય કારણોસર વિભાગ દ્વારા આ દિશાંમાં પ્રયત્નો હાથ ધરાતાં નથી અને એને લઈને પાણી ચોરો બેફામ બની રહ્યાં છે,