Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં “ભૂખ્યા ને ભોજન” દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરમાં દિન-પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે અંકલેશ્વરમાં જાગૃત યુવાનો તથા જાગૃત આગેવાનો દ્વારા પાણી વિતરણ તથા છાશ વિતરણના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર પાસે આવેલ ભૂખ્યા ને ભોજનના સ્ટોલમાં છાસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પત્રકારો અને પોલીસ અધિકારીઓ પણ છાશ વિતરણના કાર્યક્રમમાં જોડાયા હતા અને ખુબ મોટી સંખ્યામાં લોકોએ છાશ પીને ગરમીમાં ઠંડકનો અહેસાસ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં એક જ એવી સંસ્થા ભૂખ્યા ને ભોજન માં ચાલી રહી છે જેમાં વિનામૂલ્ય રોજ 200 થી પણ વધુ લોકો ભોજન લઇ રહ્યા છે અને વારંવાર આવા પ્રોગ્રામ યોજી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે ખેતીની જમીનમાં દબાણ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

જાણો કયા સાપ્તાહિક પેપરોના ડેકરલેશન રદ થયા…..!!!!

ProudOfGujarat

વિશ્વ વેટરનરી દિવસે વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!