દિનેશભાઇ અડવાણી
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ શાળાઓમાં રેલીઓ યોજીને મતદારોને મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલશ્વર તાલુકાના બોરભાઠા ખાતે ગઇકાલે જાયન્ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ શેરી નાટક યોજાયું હતું. જેમાં મતદાન જાગૃતિનો સંદેશ આપી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ નાટકમાં મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન સહિત મતદારોએ શું કાળજી લેવી તે બાબતથી જાગૃત કરી વધુમાં વધુ મતદારો મતદાન કરે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી.
Advertisement