વિનોદભાઇ પટેલ
એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત અને ક્લીન ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં ખુલ્લેઆમ ભંગારીયાઓ કંપનીઓની પ્લાસ્ટિકની બેગ ધોઈ ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી બહાર છોડી રહ્યા છે.ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આંખ આડા કાન કરી ભંગારીયાઓને પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.ત્યારે અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં કેટલાક ભંગારીયાઓ કંપનીઓમાંથી કેમિકલ વાળી બેગ લાવી ધોવાણ કરી લાખો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે.ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મુદ્દે કેમ ચૂપ બેઠું છે તે પણ એક જાણવા જેવો વિષય છે. ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન ગળું ફાડી ફાડીને સ્વચ્છ ભારત અને ક્લીન ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે હવે લાગી રહ્યું છે કે અંકલેશ્વરના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દેશના વડાપ્રધાનનું આ સપનું સપનું જ રહેવા દેશે જ્યારે પત્રકારો દ્વારા અંકલેશ્વરના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ત્રિવેદી સાહેબને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ ફોન જ નથી ઉપાડતા જાણે ભંગારીયાઓ પાસેથી હપ્તા વસૂલતા હોય હાલ તો એવું જ લાગી રહ્યું છે.હવે જોવાનું એ રહ્યું કે દેશના વડાપ્રધાનનું સપનું અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સપનું જ રહેવા દેશે કે પછી હકીકતમાં ફેરવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.