Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે વિધ્યાવાસીની ટ્રસ્ટ દ્રારા ભવ્ય જાગરણ યોજાયું

Share

વાપીથી લઇ આણદ-અમદાવાદ થી શ્રોતાઓ ઉમટી પડયા…..

વહેલી પરોઢ સુધી ગાયક કલાકારો એ લોકોને ભક્તિરસમાં તરબોળ કર્યા.

Advertisement

અંકલેશ્વર ખાતે માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આયોજિત જાગરણ માં ભવ્ય કાર્યક્રમ માં હજારો લોકો ઉમટી પડયા હતા. અને વેહલી પરોઢ સુધી ભજન-કીર્તન નો લ્હાવો લીધો હતો. અંકલેશ્વર ખાતે વર્ષોથી ધંધા રોજગાર અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતીય સમાજના આગેવાનો દ્રારા માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સતત પાંચમાં વર્ષ ચૈત્રરી નવરાત્રી દરમિયાન આથમે ભવ્ય જાગરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રવિવારે સનાતન સ્કુલ પાસેના વિશાળ મેદાનમાં રાત્રે ૮ વાગ્યાથી આયોજીટ જાગરણમાં ભરૂચ નર્મદા આશ્રમના પંડિત ઓમાકારનદજી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ ભરૂચ જાગરણ કાર્યક્રમ દરમિયાન મહાનુભવો ને પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટ અર્પણ કરાયા હતા. સમગ્ર આયોજન સુઆયોજિત અને સુવ્યવસ્થિત કોઈ અગવડ પડી ન હતી. આ અંગે ટ્રસ્ટ નાં જે.જે શુકલાએ જાણાવ્યું હતું કે લોકોને ઉત્સાહ અને લાગણી જોઇને પાંચમાં વર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ જે.જે શુકલએ સાથી સભ્યો તેમજ જનતાનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ધાર્મિક ઉપરાંત સામાજીક સેવા પણ કરવામાં આવે છે. આ જાગરણ દરમિયાન પણ ટ્રસ્ટ દ્રારા કોસમડી પ્રાથમિક શાળાની ૫૧ વિધાર્થીની એજ્યુકેશન કીટ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ટ્રસ્ટ દ્રારા નિયમિત સમયાંતરે રક્તદાન શિબિર વિનામૂલ્યે તબીબી ચકાસણી કેમ્પ જેવા પણ આયોજનો થતા રહેતા હોય છે. જીલ્લા કોંગ્રેસ પ્રવકતા નાઝુભાઈ ફડવાલા અંકલેશ્વર શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની સહીત વાપી થી લઇ આણદ અમદાવાદ સુધીના ઉધોગપતિઓ તેમજ શ્રોતાઓ હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા. વહેલી પરોઢના સવારે ૬ વાગ્યા સુધી ચાલેલા જાગરણ માં ખ્યાતનામ કલાકારો દીપક ત્રિપાઠી અલકા ઝા, રાકેશ ઉપાધ્યા, જય કુમાર તેમજ રવીન્દ્ર સિહે માતાજીના ભજન તેમજ કીર્તન અને ધુનથી શ્રોતાઓ ને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. ગાયક કલાકાર રાકેશ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે પરપ્રાંત થી આવીને સ્થાનિક પ્રજાજનોની સાથે એક રૂપ થઈને ધાર્મિકતા લઇ સેવાકીય પ્રવૃતિઓ સુધી નાં કાર્યો સાથે માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટના આ ભવ્ય કાર્યક્રમ માં આટલી વિશાળ જનમેદની જોઈ ખરેખર આનંદ થયો છે.


Share

Related posts

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ કપડવંજ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૨ ના મોત.

ProudOfGujarat

फ़िल्म रिलीज से पहले अय्यारी की टीम पहुंची स्वर्ण मंदिर!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!