વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર નગરપાલિકા એક તરફ વિકાસ ની મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ટૂંક સમય પહેલા લગાડવામાં આવેલ પેવર બ્લોક અંકલેશ્વર નગરપાલિકાના પાણીના ટેન્કરથી જ બેસી ગયા અને વિકાસની પોલ ખુલી ગઈ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ સુરતી ભાગોળ વિસ્તારમાં પાણીનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું જેમાં અંકલેશ્વર નગરપાલિકાની પાણીનું ટેન્કર જ અચાનક પેવર બ્લોક તોડીને બેસી ગયું હતું.આ નજારો જોઇને અંકલેશ્વર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની પોલ ખૂલી જવા પામી હતી અને સ્પષ્ટપણે અંકલેશ્વરના સુરતી ભાગોળ માં કેટલો વિકાસ થયો છે તે તમામ લોકો જોઈ શકે છે.
Advertisement