વિનોદભાઇ પટેલ
અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આશરે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ વૃક્ષો વાવી આ ગ્રીન બેલ્ટને હરિયાણુ બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેનું જતન નહીં કરાતા અંકલેશ્વરના પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ આજદિન સુધી તેનું જતન નહીં કરાતા આ ગ્રીન બેલ્ટ વિરાન બની ગયું છે. ત્યારે તંત્ર દ્વારા અંક્લેશ્વરને હરિયાણુ શહેર બનાવવામાં રસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલ ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement