કંપની પાસે થી ઉત્પાદિત માલ ખરીદ કરી વિદેશમાં મોકલી આપ્યો : પૈસા પાછા ન આપવાની દાનતએ આર્થિક સંક્રમણનું તરકત કરી કંપની એજન્ટ બની ટ્રાવેલીંગ ડેબિટ કાર્ડ પર અમેરિકા જઈ ડેબિટ કાર્ડ વડે નાણાં ખંખેરી લીધા :
અંકલેશ્વર 25.03.18
અંકલેશ્વર નારાયણ ઓર્ગેનિક્સ કંપનીને મુંબઈ ની એસબીએસ યુરોપ એસએબી કંપની માલિકે 1 કરોડ 19 લાખ ઉપરાંતનો ચૂનો ચોપડ્યો હોવાની વિગત સપાટીએ આવી છે. કંપની પાસે થી ઉત્પાદિત માલ ખરીદ કરી વિદેશમાં મોકલી આપ્યો હતો. પૈસા પાછના આપવાની દાનતએ આર્થિક સંક્રમણનું તરકત કરી કંપની એજન્ટ બની ટ્રાવેલીંગ ડેબિટ કાર્ડ પર અમેરિકા જઈ ડેબિટ કાર્ડ વડે નાણાં ખંખેરી લીધા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નારાયણ ઓર્ગેનિક્સ પ્રવેટ લિમિટેડ કંપની દ્વારા પીગમેન્ટની વિવિધ પ્રોડક્ટ્સ બનવાતી કંપનીને મુંબઈના વાશી ખાતે રહેતા ભરતભાઈ વૃદાંવનદાસ શાહ નામના ઠગ ભગતના સંપર્કમાં આવી હતી. એસ.બી.એસ યુરોપ એસ.એ.એસ. નામની તેની કંપની હોવાનું જણાવી મોટા પાયે પીગમેન્ટ ખરીદ વિશ્વાસ આપ્યો હતો અને કંપની પાસે થી આલ્ફા બ્લ્યુનો 13 ટન તેમજ બીટા બ્લ્યુ 10 ટન 1.19.66.912 રૂપિયાનો માલ મેળવ્યો હતો અને રૂપિયા પરત નહીં આપવાની દાનત સાથે ગલ્લા-ટલ્લા કરી બહાના બતાવી રાખ્યા હતા. એટલે થીના અટકતા કંપની પોતાની કંપનીને નુકશાન થયું હોવાનું જાણવી તમારા નાણા પાછા આપી દઈશ કહી ફરી વિશ્વાસ સંપાદન કરી કંપની પોતાનો વિશ્વ બજાર માટે એજન્ટ બનાવા જણાવી પ્રતિ મહિને 200 ટન માલ વિદેશમાં વેચી આપવાની લાલચ આપી હતી જેને લઇ ફસાયેલ રૂપિયા કઢાવા માટે કંપની દ્વારા તેની એજન્ટ તરીકે નિમણુંક કરી હતી અને તેનેં કોટક મહિન્દ્રા બેન્ક માંથી ટ્રાવેલીંગ ડેબિટ કાર્ડ 7000 યુ.એસ. ડોલર એટલે 4.48 લાખ રૂપિયા બનાવી આપ્યું હતું જે કાર્ડ લઇ અમેરિકા અંગત કામે જઈ ખર્ચી નાખ્યા હતા. તેમજ કંપનીના નામનો ઉપયોગ કરી વિદેશની કંપની સાથે કંપની શાખ પર ધબ્બો લગાવ્યો હોવાની ફરિયાદ નારાયણ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક ડાહ્યાભાઈ નારાયણભાઈ પટેલ દ્વારા જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાવ્યો હતો